મારી પ્રાર્થના પ્રભુને !!!!!!!!!..............જ્યુથિકા
**************************************************************
હે ઈશ્વર ! હે પરમ કૃપાળુ પરમાત્મા ,હે દયાના સાગર, હે પ્રભુ,આજના નવા દિવસ બદલ,સોનેરી સુંદર આ સવાર બદલ ,નવી જિંદગી આપવા બદલ તારો ખુબ ખુબ આભાર .મારા સઘળા દુઃખો હરી મને સુખનો સાગર આપવા બદલ તારો ખુબ ખુબ આભાર, મને તો તું પળે પળે મળે,મારી તો તું સાથેજ લાગે, જાણે મારુ ધ્યાન રાખતો હોય એવું મને લાગે, મને નથી લાગતું કે મારે કશેય મંદિર કે હવેલીમાં તને શોધવા જવો પડે, મને તો તું મારી આસપાસ, મારી અંદર,સઘળે તારીજ હાજરી લાગે, ક્યાં નથી તું, મને તો તું બધેજ મળી આવે, કેટલો નજદીક છે તું, મને તું સમજે મને તું સાંભળે, સદાયની જેમ આજે પણ એ જ કહું કે સદાય મારી સાથે રહેજે,બસ સદાય મારી સાથે રહેજે.
અભિમાન અહંકારથી દૂર રાખજે, હું કરું મેં કર્યું જેવી ભાવનાઓથી દૂર રાખજે, બધુજ તારી ઈચ્છાથી થાય છે સઘળું તારાથીજ શક્ય, મેં તો કશુંય કર્યું નથી જે કર્યું છે તે તુજને અર્પણ. સર્વ માટે મારા હૃદયમાં કરુણા, પ્રેમ જાગે, કોઈ પ્રત્યે તિરસ્કાર ના છૂટે,બસ તારામાં મુજને રાખજે,તુજ મુજને તારજે. ક્રોધ, ઈર્ષા,શંકા,ઘૃણા,જેવા દુર્ગુણોથી મને બચાવજે.મહેનત કરી આગળ વધુ આળસ છોડી કાર્ય કરું, દુનિયાનું સર્વશ્રેષ્ઠ સર્જન એવું આ શરીર કે જે મારુ ખુબ ધ્યાન રાખે છે, મારે પણ તેને સ્વસ્થ રાખવાની મારી ફરજ છે તો મને નિયમિત હું બનું, દરરોજ ચાલુ, કસરત કરું ધ્યાન ધરું, કોઈ વાતની ચિંતા ના કરું,કેમકે ચિંતા બીમારીઓનું ઘર છે,એટલેજ ક્યારેય કોઈ પર આધાર રાખવો ના પડે, તેના માટે મને મનને ખાવા પીવામાં ધ્યાન રાખવામાં કેળવજે,સદા સ્વસ્થ રહુ મોજમાં રહુ ખુશ રહુ અને રહુ પણ છુજ,ખુશ રહેવું સુખી રહેવું મારા મનની, મારા હાથની વાત છે, તો આવી બાબતો માટે તને હેરાન ના કરું , બને ત્યાં સુધી સાદગી સરળતા તેમજ સહજતાથી રહુ,
કોઈ ભાર માથે લઈને ના ફરું, તું મારી સાથે છે પછી મારે શું ફિકર હેને ?
તે મને ખુબ - ખુબ સાગર ભરીને આપ્યું છે, મોજે મોજે સુખ જ સુખ આપ્યું છે જેને માણતા મને આવડવું જોઈએ, તું તો કરુણાનો સાગર છે તું ક્યારેય કોઈને દુઃખ આપીજ ના શકે એ હું જાણું છું, બાકી કર્મના બંધન હોય જે ચૂકવવા પડે,ક્યારેક કોઈ સમય સંજોગ વિપરીત પણ આવી શકે, મુશ્કેલીઓ -મુસીબતોથી કદાચ આપણે ઘેરાઈ પણ જઇયે, તો શું થઇ ગયું દરેક પરિસ્થિતિમાં મને શાંત રહેવાની , સહજ બનવાની સરળ બનવાની શીખ આપજે.
ક્યારેક મારા પોતાના લોકો સાથે ટકરાવ થઇ જાય, ક્યારેક બીજા સાથે લડાઈ થઇ જાય ત્યારે સમજદારી દાખવી તેનો કેવી રીતે ઉકેલ લેવાય તે શીખવજે..જીવન છે આ તો કોઈ પણ ક્ષણે કઈ પણ થઇ શકે, છેલ્લી ઘડીયે તને સ્મરું એના કરતા રોજ તને સ્મરું, ઉમર થાય ત્યારે તને યાદ કરું તેના કરતા આજથીજ તને શા માટે ના યાદ કરુ?
મને શક્તિ આપ કે મારુ કામ હું કરી શકું, મારી ફરજો હું નિભાવી શકું, હું બધાને પ્રેમ કરી શકું, કોઈ પ્રત્યે દ્વેષ ના રાખું કે ઈર્ષા ના રાખું,ઘણુંજ આપ્યું છે તે મુજને ક્ષણ-ક્ષણ પળ હરેક પળ માટે તારો સદાય આભાર. આપ્યું છે તે જીવન તો ખુશી હસીથી તેને જીવું, ખુબ તને પ્રેમ કરું તું પણ ખુશ થાય કે તે સુંદર એવું મારુ સર્જન કર્યું છે, તને પણ ગર્વ થાય એવું હું કરું. સારા કાર્યો થકી સારા વિચારો સાથે જીવન જીવું.
ઘણું બધું કરવું છે મારે , મારા પોતાના બધાને ખુબ પ્રેમ કરવો છે, નાનીશી આ જિંદગી મળી છે જે મુજને, તેને ફરિયાદોમાં વિતાવી નથી દેવી, ક્ષણે-ક્ષણે માણવી છે આ જિંદગી, પળે -પળે અનુભવવી છે આ જિંદગી, જે પણ કાર્યો હું કરું છું તે ખુબજ દિલથી કરવા માંગુ છું, ચાહે તે રસોઈ હોય ચાહે તે ઘર- બાળકો ,વડીલોને સંભાળવાનું હોય કે ચાહે મારી મનગમતી પ્રવૃત્તિ લખવાનું હોય વાંચવાનુ હોય, ચાલવાનું હોય કે ગીત સાંભળવાનું હોય, દરેક કાર્ય હું દિલથી કરું બેસ્ટ કરું 100% મારા હું આપું બસ એ જ છે જીવનની ઈચ્છા .
love u zindagi .
***********જ્યુથિકા ************
********************************************************************************
[/size][/size][/size][/size][/size][/size][/size][/size][/size][/size][/size][/size][/size]